GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ફિફો (FIFO) પધ્ધતિના સંબંધિત નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? (I) ઘટતા ભાવોના સંજોગોમાં આ પધ્ધતિ વધુ સારા પરિણામો આપે છે. (II) આખર સ્ટોક બજારભાવ રજૂ કરે છે. (III) ઘટતા ભાવોના સંજોગોમાં, ઓછી માલસામાનની પડતરના કારણે નફામાં વધારાનું વલણ હોય છે. (IV) ઉપયોગમાં લીધેલ માલસામાનની પડતર ચાલુ બજારભાવનું પ્રતિબિંબ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપનીના આર્ટિકલ્સ દ્વારા અધિકાર હોય તો જ, કંપની શૅરહોલ્ડરના શૅર જપ્ત કરી શકે છે જ્યારે – (I) શૅરહોલ્ડરે હપ્તાના નાણાં ભર્યા ન હોય. (II) નિર્ધારીત કરેલ દિવસે, શૅરહોલ્ડરે કોઇપણ હપ્તો ભરેલ ન હોય અને શૅરહોલ્ડરને ધ્યાન પર લાવવામાં આવ્યા પછી પણ ભરેલ ન હોય.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ધંધાકીય નિર્ણય ઘડતર પ્રક્રિયા દરમિયાન માંગનું પૂર્વાનુમાન ખૂબ જ જરૂરી છે. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો તેનું મહત્વ સમજાવે છે. (I) ઉત્પાદન આયોજન માટે તે પૂર્વશરત છે. (II) અભિવૃધ્ધિની વ્યૂહરચનાઓ માંગના પૂર્વાનુમાનને આધારે બને છે. (III) સફળ ઈન્વેન્ટરી અંકુશ માટે તે જરૂરી છે. (IV) લાંબાગાળાની વૃધ્ધિ નિશ્ચિત કરવા માટે તે જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો. (I) મફતમાં મળતી વસ્તુઓ એ છે કે જેના માટે ચૂકવણી કરવી પડતી નથી અને આર્થિક વસ્તુઓ ચૂકવણી કર્યા વગર વાપરી શકાતી નથી. (II) મફત મળતી વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ વચ્ચેનો ભેદ કાયમી નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જુદા-જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રને જુદી-જુદી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. નીચે આપેલ અર્થશાસ્ત્રીઓ અને તેમની વ્યાખ્યાનો ભાવાર્થના જોડકાઓ છે. તેમાંથી કયું / કયાં જોડકું / જોડકાં સાચાં છે ? (I) અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે – માર્શલ (II) અર્થશાસ્ત્ર એ ભૌતિક કલ્યાણનું વિજ્ઞાન છે – રોબિન્સ (III) અર્થશાસ્ત્ર એ પસંદગીનું વિજ્ઞાન છે – એડમ સ્મિથ