GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી વાંચો અને કયું / ક્યાં સાચું / સાચાં છે, તે જણાવો. (I) EXIM બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 19 સભ્યો હોય છે. (II) EXIM બેંકના અધ્યક્ષ અને વહીવટી નિયામક એ મુખ્ય કાર્યપાલક અને પૂર્ણસમયના નિયામક છે. (III) EXIM બેંકની સત્તાવાર મૂડી રૂા. 200 કરોડ છે, કે જેમાં રૂા. 75 કરોડ ભરપાઈ મૂડી છે. (IV) EXIM બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વેપારી બેંકના પ્રતિનિધઓનો સમાવેશ થતો નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી. (III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે. (IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચાં છે ? (I) અંતિમ ડિવિડન્ડ સામાન્ય સભામાં જાહેર થાય છે. (II) વૈધાનિક ઑડિટરની નિમણૂક સામાન્ય સભામાં શૅરહોલ્ડરો દ્વારા થાય છે. (III) આંતરિક ઑડિટરને બોર્ડ દ્વારા દૂર કરી શકાય છે. (IV) જો ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે બેંક અથવા લેણદારોને આપેલ હોય તો ઑડિટરે આ માન્યતા ડિબેન્ચર ટ્રસ્ટી દ્વારા આપેલ છે, તે નિશ્ચિત કરવું જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ બેંકના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈને નક્કી કરો કે કર્યાં વિધાનો સાચાં છે ? (I) તે એક કરતા વધુ સરકારો સાથે સંકળાયેલ સંસ્થા છે. (II) તે કંપની સ્વરૂપ છે. (III) તેની મૂડી સ્ટોકની માલીકી IMF ની છે. (IV) તે સભ્ય દેશોના ચૂકવણી સંતુલન સુધારવા માટે ભંડોળ પૂરું પાડે છે.