GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે. II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે. III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે. IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માલ પૂરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂ. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે. 2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના માલ પૂરો પાડનારાઓ માટે GSTની નવી મુક્તિ મર્યાદા રૂ. 20 લાખ છે. 3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના વ્યવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂ.10 લાખ રહી છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કઈ અસરો છે ? 1. ફુગાવા દરમ્યાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે. 2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે. 3. ફુગાવા દરમ્યાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.