ટકાવારી (Percentage)
એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી ?
રીત :
બંન્નેમાંથી કોઇ એક અથવા બંને વિષય રાખ્યા હોય તેવા વિદ્યાર્થીઓ = 55+52-17 = 90%
એક પણ વિષય ન રાખનાર = 100% - 90% = 10%
ટકાવારી (Percentage)
શિશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઇ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ?