સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ તેની વિશેષ સત્તાનો ઉપયોગ કરી સેક્સ વર્કને વ્યવસાય તરીકે માન્યતા આપી છે.
સુપ્રીમ કોર્ટે આ ચૂકાદામાં જણાવ્યું છે કે સેક્સ વર્કર્સ કાયદા હેઠળ સમાન રક્ષણ મેળવવા માટે હકદાર છે. અને ફોજદારી કાયદો ઉંમર અને સંમતિના આધારે તમામ કેસોમાં સમાનરૂપે લાગુ થવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે સેક્સ વર્ક ગેરકાયદેસર નથી, જ્યારે વેશ્યાલય ચલાવવું ગેરકાયદેસર છે. આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે પોલીસને વેશ્યાલય પર દોરડા પાડે છે ત્યારે સેક્સ વર્કરોની ધરપકડ, સજા, હેરાન કે ભેદભાવ ન કરવા સૂચના આપી છે.