GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
જેમને લાલ રંગ ગમતો હોય અને જેમને કાળો રંગ ગમતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યાનો તફાવત કેટલો થશે ?

25
15
આપેલ પૈકી કોઈ નહીં
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગૌતમ બુધ્ધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ગૌતમ બુધ્ધે વારાણસી પાસે આવેલા ઋષિપત્તન (સારનાથ) જઈને બોધિના ઉપદેશ દ્વારા ધર્મચક્ર પ્રવર્તાવ્યું.
2. તેમણે રાજગૃહ, નાલંદા, શ્રાવસ્તી, કપિલવસ્તુ, વૈશાલી, કોશામ્બી, પંચાપ ઇત્યાદિ સ્થળોએ વિહાર કરતા રહી ધર્મોપદેશ આપ્યો.
3. છેવટે તેઓ ગયા ખાતે પરિનિર્વાણ પામ્યાં.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) ___ ને મિસાઈલથી સુરક્ષિત રાખવા માટે એડવાન્સ્ડ ચાફ ટેકનોલોજી (Advanced Chaff Technology)ના ત્રણ પ્રકારો વિકસાવ્યાં છે.

યુદ્ધ રણગાડીઓ (Battle Tanks)
માનવરહિત હવાઈ વાહનો
સંરક્ષણ પરિવહન ઉડ્ડયનો
નૌકાદળ જહાજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદીય પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માટે સભ્ય દ્વારા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ (Attention Motion) રજૂ કરવામાં આવે છે.
2. મોકૂફીની દરખાસ્ત દાખલ કરવા માટે ઓછામાં ઓછા 30 સભ્યોના ટેકાની જરૂર પડે છે.
3. રાજ્યસભાને મોકૂફીની દરખાસ્તનો ઉપયોગ કરવાની છૂટ નથી.
4. મોકૂફીની દરખાસ્તમાં સરકાર વિરૂધ્ધ ટીકાનું તત્ત્વ સમાયેલું હોય છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 4
ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP