નફો અને ખોટ (Profit and Loss)
400 રૂપિયા બૂટ ઉપર 4 ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરા લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે કેટલી કિંમત ચૂકવવી પડે ?
નફો અને ખોટ (Profit and Loss)
પ્રકાશ એક ફેન્સી પેન રાધાને પડતર પર 20% નફો ચઢાવીને વેચે છે. રાધા આ જ પેન પોતાની પડતર કિંમત પર 25% નફો ચઢાવીને દીપકને વેચે છે. જો દીપક આ પેનના રૂપિયા 75 ચૂકવતો હોય તો પ્રકાશને આ પેન કેટલા રૂપિયામાં પડી હશે ?
X × 120/100 × 125/100 = 75
X = (75×100×100)/(120×125) = 50 રૂપિયા
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ીએ 4,000 રૂા. નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સરવાળે 25% નફો થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ?
નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર નં.1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. દુકાનદાર નં.2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે. દુકાનદાર નં.3 ખરીદી ૫૨ 25% અને 5% બે વળતર આપે છે. કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?