સમય અને કામ (Time and Work)
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ ક૨વામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?
સમય અને કામ (Time and Work)
A એક કામ 12 દિવસમાં અને B તેજ કામ 15 દિવસમાં પૂરું કરે છે. બંને 4 દિવસ સાથે કામ કરે છે. પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B એકલો પુરૂ કરે છે. કામ કુલ કેટલા દિવસ ચાલ્યું ?
સમય અને કામ (Time and Work)
એક હોસ્ટલમાં 95 માણસોને 200 દિવસ ચાલે તેટલો પુરવઠો છે. જો 5 દિવસ પછી 30 માણસો જતાં રહે, તો બાકીના પુરવઠો હવે કેટલા દિવસ ચાલશે ?
સમય અને કામ (Time and Work)
એક છાત્રાલયના કોઠા૨માં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિધાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?
સમય અને કામ (Time and Work)
રોહિત એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. જ્યારે તે જ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે 15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂ. ?