નળ અને ટાંકી (Cistern)
6 નંગ પાઈપ એક ટાંકીને 1 કલાક 20 મિનિટમાં ભરી શકે છે. જો તે જ પ્રકારની માત્ર પાંચ પાઈપનો ઉપયોગ કરવામાં આવે, તો ટાંકીને ભરવામાં કેટલો સમય લાગશે ?
છ પાઈપને લાગતો સમય = 1 કલાક 20 મિનિટ = 80 મિનિટ
એક પાઈપને લાગતો સમય છ પાઈપને લાગતા સમયથી છ ગણો એટલે કે 80×6 = 480 મિનિટ થાય.
પાંચ પાઈપને લાગતો સમય = 480/5
= 96 મિનિટ 1 કલાક 36 મિનિટ
નળ અને ટાંકી (Cistern)
એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફક્ત નાનો નળ ખોલતા ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે. અને ફક્ત મોટો નળ ખોલતા બધુ જ પાણી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. જો બન્ને નળ સાથે ખોલવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય ?
નળ અને ટાંકી (Cistern)
એક પાણીની ટાંકી ભરવા માટે બે નળ છે. નળ 'અ' અને નળ 'બ'. બંને નળ ચાલુ ક૨વામાં આવે તો ટાંકી 40 મિનિટમાં ભરાય છે, પરંતુ માત્ર એક નળ 'અ' ચાલુ ક૨વામાં આવે તો 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો માત્ર નળ 'બ' ચાલુ રાખવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે ?
નળ અને ટાંકી (Cistern)
એક ટાંકીને બે નળ છે. પહેલો નળ ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે, જ્યારે બીજો નળ ટાંકીને 15 કલાકમાં ખાલી કરી શકે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલા સમય લાગે ?
નળ અને ટાંકી (Cistern)
એક પાણીની ટાંકીને ભરાતાં 6 કલાક લાગે છે તથા ખાલી થતા 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતાં ___ કલાક લાગે.