GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે રૂા. 675 વહેંચવામાં આવે છે. જો છોકરાઓ અને છોકરીઓની કુલ સંખ્યા 75 હોય, તથા દરેક છોકરાને રૂા. 20 અને દરેક છોકરીને રૂા. 5 મળ્યા હોય; તો છોકરીઓની સંખ્યા કેટલી હશે ?

51
55
આપેલ પૈકી કોઈ નહીં
53

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
73મા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ નીચેના પૈકી કઈ જોગવાઈઓ ફરજીયાત જોગવાઈઓ ગણવામાં આવે છે ?
1. ગામડાં, વચલી કક્ષાએ અને જીલ્લા સ્તરે પંચાયતોમાં તમામ બેઠકો ઉપર ચૂંટણી આપવાના આદેશ કરવો.
2. પંચાયતોમાં ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય 21 વર્ષ
3. પંચાયતોના તમામ નાણા જમા કરવા માટે ભંડોળ ઊભું કરવાની જોગવાઈ
4. પંચાયતના સીધી અથવા પરોક્ષ રીતે ચૂંટાયેલા અધ્યક્ષ અને અન્ય સભ્યોના મતાધિકાર

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
“માય લાઈફ ઈઝ ફુલ : વર્ક, ફેમીલી એન્ડ અવર ફ્યુચર’’ પુસ્તકના લેખક કોણ છે ?

ઈન્દ્રા નૂયી
ચંદા કોચર
કિરણ મજમૂદાર
મૅરી કોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં આર્યસમાજની વિધિસર સ્થાપના કર્યા બાદ તેનું મુખ્ય કેન્દ્ર ___ માં સ્થાપ્યું.

કલકત્તા
અમદાવાદ
લાહોર
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બે ___ ખડક સ્તરો વચ્ચે ___ ખડક સ્તરની વિશિષ્ટ ગોઠવણીને કારણે કેટલાક પ્રદેશોમાં ખોદવામાં આવતા કૂવામાં જલદાબક્રિયાને કારણે કૂવામાંથી પાણી આપોઆપ બહાર આવે છે.

રેતી, પારગમ્ય
અપારગમ્ય, પારગમ્ય
પારગમ્ય, અપારગમ્ય
પારગમ્ય, રેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગાંધી શાંતિ પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ગાંધી શાંતિ પુરસ્કાર 2019 શેખ મુજીબુર રહમાનને એનાયત કરવામાં આવ્યો હતો.
2. ગાંધી શાંતિ પુરસ્કાર 2020 ઓમાનના સૂલતાન કબૂસ બિન સઈદ અલ સઈદને એનાયત કરવામાં આવ્યો હતો.
3. ગાંધી શાંતિ પુરસ્કારના પંચ (Jury) ના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન છે.

ફક્ત 1 અને 3
ફક્ત 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP