GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે. II. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતાં. III. વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હોરીગીતો સારંગમાં જ ગવાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો : તમામ વર્ષોમાં કરવેરા પર કરેલ કુલ ખર્ચ તથા બળતણ અને પરિવહન પર કરેલ કુલ ખર્ચનો ગુણોત્તર આશરે કેટલો છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક 8 સેમી લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંની દરેક સપાટી સમાન રંગની હોય. હવે તે સમધનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ બાબતોની જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલ છે ? 1. આંતર-રાજ્ય પરિષદ 2. સીમાંકન આયોગ દ્વારા મતદાર ક્ષેત્રોનું સીમાંકન 3. નવા રચાયેલા રાજ્યો માટે વડી અદાલત