સમય અને કામ (Time and Work)
A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ?
A, B અને C ની એક દિવસની કમાણી = 3240/18 = 180 રૂ.
A અને C ની એક દિવસની કમાણી = 1200/10 = 120 રૂ.
B ની એક દિવસની કમાણી = A, B, Cની એક દિવસની કમાણી - A અને C ની એક દિવસની કમાણી
= 180 - 120 = 60 રૂ.
સમય અને કામ (Time and Work)
એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પુરું કરે છે. તો A ને એકલાને તે કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે ?
કુલ કાર્યક્ષમતા = 2 + 1 = 3
કુલ કામ = 3 × 24 = 72
A ને કામ કરતા લાગતો સમય = 72/2 = 36 દિવસ
સમય અને કામ (Time and Work)
રબ્બરની ટ્યૂબ બનાવતી એક કંપનીમાં કામ કરતાં ત્રણ કારીગરો અમર, અક્બર અને એન્થોનીને 360 ટ્યૂબ બનાવતાં અનુક્રમે 6, 10 અને 15 કલાક લાગે છે. તો આ ત્રણેય ભેગા મળીને 720 ટ્યૂબ કેટલા સમયમાં તૈયાર કરી શકશે ?
અમરનું પ્રતિક્લાક કામ = 360/6 = 60 ટ્યૂબ
અકબરનું પ્રતિક્લાક કામ = 360/10 = 36 ટ્યૂબ
એન્થોનીનું પ્રતિક્લાક કામ = 360/15 = 24 ટ્યૂબ
ત્રણેયનું ભેગા મળી પ્રતિકલાક કામ = 60 + 36 + 24 = 120 ટ્યૂબ
ત્રણેય ભેગા મળી 720 ટ્યૂબ બનાવતા લાગતો સમય = 720/120 = 6 કલાક
સમય અને કામ (Time and Work)
રમેશ એક કામ 40 દિવસમાં પુરું કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમારીને કારણે રમેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને ___ દિવસ લાગે.
40 અને 60નો લ.સા.અ. 120 થાય. તેથી કુલ કામ 120 લીધું. રમેશનું એક દિવસનું કામ = 120/40 = 3 મહેશનુ એક દિવસનું કામ = 120/60 = 2
બંનેનું એક દિવસનું કામ = 3 + 2 = 5
બંનેનું 10 દિવસનું કામ = 10 દિવસ x 5 = 50
બાકીનું કામ = 120 – 50 = 70
બાકીનું કામ કરતા મહેશને લાગતો સમય = 70/2 = 35 દિવસ
સમય અને કામ (Time and Work)
એક હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીને 40 દિવસ ચાલે તેટલો અનાજ પુરવઠો છે. 4 દિવસ પછી 20 વિદ્યાર્થી ચાલ્યા ગયા. હવે કેટલા દિવસ અનાજ પુ૨વઠો ચાલશે ?
સમય અને કામ (Time and Work)
એક કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બન્ને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે, તો A ને એક્લાન તે કામ પૂર કરતા કેટલા દિવસ લાગે ?