PSI Prelim Exam Paper (06-03-2022)
એક હોટલમાં 5 મિત્રો અમિત, ભારતી, ચરણ, દિપક અને ઈશાન બેઠા છે. તે 5 વિભિન્ન રંગોની ટોપી પહેરીને બેઠા છે – પીળી, વાદળી, લીલી, સફેદ અને લાલ. એ સિવાય તેઓ 5 વિભિન્ન નાસ્તા - બર્ગર, સેન્ડવિચ, આઈસક્રીમ, પેસ્ટ્રી અને પિઝ્ઝા ખાઈ રહ્યા છે. (1) લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે. (2) અમિત આઈસક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે. (3) ભારતી એ પીળી ટોપી પહેરી છે અને અમિતે વાદળી ટોપી પહેરી છે.
(4) ઈશાન પિઝ્ઝા ખાય છે અને તેને લીલી ટોપી પહેરી નથી અમિત શું ખાય છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
એક વ્યક્તિ પૂર્વ તરફ 1 કિમી ચાલી, દક્ષિણે વળી અને 5 કિમી ચાલે છે. ફરીથી તે પૂર્વ તરફ વળી
અને 2 કિમી ચાલે છે. પછી તે ઉત્તર તરફ વળી અને 9 કિમી ચાલે છે. આરંભિક બિંદુથી તે હવે
કેટલો દૂર છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે. જો તે ઊંચાઈના વધતા ક્રમમાં ઉભા રહે તો બીજો કોણ હશે ?