GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1.સપ્ત - માતૃકા શિલ્પકૃતિએ ગુજરાતમાં પ્રખ્યાત છે. 2. સપ્ત - માતૃકાની પૂજા એ ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમ્યાન શરૂ થઈ હતી. 3. સપ્ત - માતૃકા સામાન્ય રીતે એકજ પેનલમાં કોતરવામાં આવે છે. 4. સપ્ત - માતૃકા મંદિરો એ ગુજરાતમાં પચ્ચતર (Pachhtar) આડોદર અને બાલેજ ખાતે સ્થિત છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022 ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. સરકારે આગામી પાંચ વર્ષ માટે રૂા. 1 લાખ કરોડની નોંધપાત્ર રકમ સાથેની વન બંધુ કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી. 2. દરિયા કિનારાના 15 જિલ્લાઓના 39 તાલુકાઓના 2702 ગામમાં નિવાસ કરતા 70 લાખ લોકોના સર્વાંગી વિકાસ માટે સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના-2ની જાહેરાત કરી. 3. આગામી બે વર્ષમાં સરકારી બોર્ડ, નિગમો તથા સ્થાનિક સ્વરાજની કચેરીઓમાં લાયકાત ધરાવતા 2 લાખ યુવાનોને નવી રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
"ગુજરાત મેદાન અને ટેકરી કૃષિ આબોહવાકીય ક્ષેત્ર’’ (Gujarat Plain and Hill Agro-Climatic zone) એ સાત પેટા આબોહવાકીય ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. નીચેના પૈકી કયા આ યાદીમાં સમાવિષ્ટ છે ? 1. ઉત્તર સૌરાષ્ટ્ર 2. ઉત્તર પશ્ચિમ શુષ્ક 3. દક્ષિણ સૌરાષ્ટ્ર નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.