GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
'ASSISTANT' શબ્દમાંથી એક અક્ષર અને 'STATISTICS' શબ્દમાંથી બીજો એક અક્ષર યથેચ્છ રીતે લેવામાં આવે છે. તો તેઓ સરખા જ અક્ષરો હોય તેની સંભાવના કેટલી ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક 8 સેમી લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંની દરેક સપાટી સમાન રંગની હોય. હવે તે સમધનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. મેજર વોકર, મે 1800 માં બરોડા ખાતે પોલીટીકલ રેસીડન્ટ તરીકે નિયુક્ત થયા હતાં. II. પેશ્વા બાજીરાવ-II ઈસ્ટ ઈન્ડીયા કંપની સાથે સહાયકારી યોજનામાં જોડાયાં હતાં. III. ગાયકવાડોને તકલીફો પહોંચાડતું આરબ ભાડૂતી દળ આખરે આનંદ રાવ દ્વારા ડિસેમ્બર 1801 માં પરાજિત થયું.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા મુજબ નીચેના પૈકી કયા મૂળ તત્વો (elements) ભારતના બંધારણના મૂળભૂત માળખા હેઠળ આવે છે. 1. સમવાય તંત્ર 2. સામાજિક ન્યાય 3. ન્યાય માટેનું અસરકારક પ્રયોજન 4. વ્યક્તિના સ્વાતંત્ર્ય અને ગૌરવ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો : 1998 માં તમામ બાબતો પરનો ખર્ચ 2002 માં થયેલ કુલ ખર્ચના આશરે કેટલા ટકા છે ?