GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
આનુવંશિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. કુલ 23 જોડ રંગસૂત્રો હોય છે જે પૈકીના 21 લિંગ નિશ્ચયન કરતા નથી. 2. બે જોડી લિંગ નિશ્ચયન કરે છે. 3. જનીનો નિશ્ચિત પ્રોટીન માટેનો કોડ ધરાવતાં DNA ના અંશ છે કે જે ચોક્કસ લાક્ષણિકતાઓ દર્શાવે છે
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I-(વિસ્તાર) 1. કાઠીયાવાડ કચ્છ 2. ચંબલની ખીણ અને કોટા 3. દંડકારણ્ય 4. બ્રહ્મપુત્રાનો ઉપરનો વિસ્તાર યાદી-II - (ઉપલબ્ધ સ્ત્રોતો) a. લોહની કાચી ધાતુ b. ચૂનાના પથ્થર, બોકસાઈટ c. પેટ્રોલિયમ, કોલસો અને કુદરતી વાયુ d. અલોહ ધાતુઓ, ચૂનાના પથ્થર
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. શ્યામજીકૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીદ્યું અને તેનું નામ ઈન્ડિયા હાઉસ રાખ્યું. ii. મેડમ કામાએ 1907માં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો. iii. મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન "મને મારા દેશ માટે મારા પ્રાણનું બલીદાન આપવાનું સન્માન હોવાનો ગર્વ છે." હતું. iv. ભગતસિંહ એ "ઈન્કલાબ જિંદાબાદ" નો યુદ્ધ-નારો આપ્યો હતો.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય બિનસાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? 1. ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી. 2. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે. 3. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે. 4. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે.