GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચેન્નાઈના મિ. 'C' એ પોતાના દિકરાના એકાઉન્ટન્સીના કોર્સના ઓનલાઈન શિક્ષણ માટે ફી ચૂકવેલ છે કે જે ઓનલાઈન શિક્ષણ અમેરિકામાં સ્થાયી શિક્ષક દ્વારા મેળવેલ છે. શું આ ‘સપ્લાય’ છે ? જો ‘હા’ તો GST ચૂકવવા કોણ જવાબદાર છે ? નીચેના પૈકી કયો / ક્યાં જવાબ / જવાબો સાચાં છે ? (I) 'હા', એ સપ્લાય છે. તે સેવા એ ધંધા માટે નથી અથવા વ્યવસાયની સગવડતા માટે નથી. (II) મિ. ‘C’ GST ચૂકવવા માટે જવાબદાર છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે : (I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી. (II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન (SFCs) એ ભારતીય બેકિંગ પધ્ધતિની મહત્ત્વની પાંખ છે. સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશનના સંદર્ભમાં નીચેની માહિતી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. (I) SFCs ની સ્થાપના સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન એક્ટ, 1952 ની જોગવાઈઓ દ્વારા થઈ છે. (II) SFCs ના કાર્યો IFCI જેવા છે. (III) છેલ્લા વર્ષોમાં, SFCs ના સહાયનો મોટો ભાગ પછાત વિસ્તારના નાના ઉદ્યોગોમાં રોકાયેલ છે. (IV) SFCs એ રાજ્ય સરકાર અને IDBI ના અંકુશમાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ / કયા સ્પિયરમેનના સહસંબંધાંકની લાક્ષણિકતા / લાક્ષણિકતાઓ છે ? (I) બે ચલ વચ્ચેનો ક્રમ તફાવતનો સરવાળો શૂન્ય હોવો જોઈએ. (II) સ્પિયરમેનનો સહસંબંધાંક એ વિતરણમુક્ત અથવા બિનપ્રાચલ્ય છે, કારણ કે તેમાં જે સમષ્ટિમાંથી નિદર્શ અવલોકનો લેવામાં આવ્યા છે તે અંગે કોઈ જ સખત ધારણાઓ કરવામાં આવતી નથી. (III) સ્પિયરમેનના સહસંબંધાકનું પિયર્સનના સહસંબંધાંકની જેમ જ અર્થઘટન કરી શકાય છે.