GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિધ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે. 2. બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાની, રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી/સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ, દરેક કલમ (clause)ની વિચારણા કરવામાં આવે છે. 3. ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રાજ્ય વિધાન પરિષદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. વિધાન પરિષદની મહત્તમ સભ્ય સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 જેટલી નિયત કરવામાં આવી છે. 2. વિધાન પરિષદના 1/3 સભ્યો રાજ્યના સ્થાનિક સત્તામંડળોના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. 3. વિધાન પરિષદના 1/12 સભ્યો રાજ્યના માધ્યમિક શાળાની કક્ષા કરતા નીચલી કક્ષાના ન હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતા હોય તેવા શિક્ષકો દ્વારા ચૂંટાશે. 4. વિધાન પરિષદના કુલ સભ્યોના 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગૌતમ બુધ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં ‘‘સૂત્ર-પિટક’’ નામના સંગ્રહમાં ગ્રન્થસ્થ કરવામાં આવ્યાં છે. 2. તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદોના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે. 3. મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્ય કરવામાં આવ્યાં છે.