GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
DNA રસી વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે.
2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે.
3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આધિકૃત રીતે (On record) સૌથી જુના ડી.એન.એ. ___ ના દાંતમાંથી મેળવ્યાં છે.

ઓસ્ટ્રેલીયન કાંગારૂ
ભારતીય વાઘ
સાઈબીરીયન પ્રાચીન હાથી (Mammoth)
આફ્રિકન સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કઈ અસરો છે ?
1. ફુગાવા દરમ્યાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે.
2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે.
3. ફુગાવા દરમ્યાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ક્ષ-કિરણો (X-rays) – હવાઈમથકો ઉપર બેગની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
2. ગામા કિરણો – કેન્સર અને ગાંઠના ઈલાજમાં રેડીયોથેરાપીમાં ઉપયોગમાં લેવાય છે.
૩. રેડિયો તરંગો – રાત્રિ દૅશ્ય કેમેરા (Night Vision Cameras)માં ઉપયોગમાં લેવાય છે.
4. દશ્ય તરંગો - તેની મદદથી આપણે આસપાસનું વિશ્વ જોઈ શકીએ છીએ.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સરોવરના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તાજા પાણીનું સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગ જેટલા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
2. બ્રેક્સી (Brackish) સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગથી વધુ પરંતુ એક હજાર ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
3. ખારા સરોવર – તે એક હજાર ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ભારત સરકારે ખોવાયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવા ___ વેબ પોર્ટલનો આરંભ કર્યો છે.

https://cair.gov.in (સેન્ટ્રલ એજન્સી આઈડેન્ટીટી રજીસ્ટર)
https://cpir.gov.in (સેન્ટ્રલ પોલીસ આઈડેન્ટીટી રજીસ્ટર)
https://ceir.gov.in (સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર)
https://cser.gov.in (સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઈક્વીપમેન્ટ રજીસ્ટર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP