GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફ્યુચરીસ્ટીક હાઈ એલ્ટીટ્યુડ સ્યુડો સેટેલાઈટ (Futuristic High Altitude Pseudo Satellite) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. એ એક એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં માનવ સહિત વિમાન સીમાઓની અંદર કામગીરી કરશે અને માનવરહિત વિમાન દુશ્મન ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
II. તે 700 કિલોમીટરના અંતરે લક્ષ્યાંક પર સીધો પ્રહાર કરી શકે છે અથવા 350 કિલોમીટર સુધી જઈ પરત આવી શકે છે.
III. આ ટેકનોલોજીનું નામકરણ કમ્બાઈન્ડ એર ટીમીંગ સીસ્ટમ (CATS) કરવામાં આવ્યું છે.
IV. આ ટેકનોલોજી વિકસાવવામાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ ભાગીદાર છે.

ફક્ત I
I, II, III અને IV
ફક્ત I, II અને III
ફક્ત II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના હેતુઓમાંનો એક હેતુ ગંગા નદીમાં લઘુત્તમ પરિસ્થિતિ વિષયક પ્રવાહને (Ecological flows) ___ ધ્યેય સાથે જાળવી રાખવાનો છે.

પર્યાવરણીય ટકાઉ વિકાસના
પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે.
2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે.
૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.

માત્ર 1 અને 3
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે.
2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે.
૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે.
4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.

માત્ર 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મહેસૂલી બજેટમાં એવી લેવડ-દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ સુધીની હોય છે.
2. મૂડી બજેટમાં એવી લેવડ-દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ કરતાં વધુ સમયની હોય છે.
3. મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંન્નેનો સમાવેશ કરે છે જ્યારે મૂડી બજેટ એ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3ઙ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે.
2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે.
3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે.
4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.

માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP