GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં પાણી સમિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. પાણી સમિતિ, કે જે 10-12 સભ્યોની બનેલી હોય છે, તેની રચના ગ્રામસભામાં થાય છે. ii. તે ગ્રામસભાની લોકશાહી ઢબે ચૂંટાયેલી સ્ટેન્ડિંગ સમિતિ છે. iii.તે ગ્રામ પંચાયત અને 50% મહિલા સભ્યો સાથે સમાજના તમામ વર્ગોનું પૂરતું પ્રતિનિધિત્વ ધરાવે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે. 2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે. 3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે. 2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે. 3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે. 4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.