GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખોટાં છે ? i. તે 100% સરકારી ઇક્વિટી સાથેની પોસ્ટ ખાતા હેઠળની જાહેર ક્ષેત્ર કંપની છે. ii. તે રાંચીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી. iii. તે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ ખાતા હેઠળ કાર્ય કરે છે. iv. તે લોન અને ક્રેડિટ કાર્ડ આપી શકે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઋગ્વેદ સમય દરમ્યાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? i. કન્યાઓ માટે પણ ઉપનયન-યજ્ઞાપવીત વિધિ કરવામાં આવતી હતી. ii. કિશોરોની જેમ કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી. iii. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી. iv. અનેક સ્ત્રી ર્દષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. તેના દ્વારા વાઈસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી. 2. ગવર્નર જનરલની નિમણૂંક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સુચન અનુસાર કરવામાં આવતી હતી 3. તે (અધિનિયમે) ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી. 4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મૂલ્કી કર્મચારીઓ)ની નિમણૂંક કરવાની ચાલુ રહી.