GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. 14મી સદીમાં કાલકાચાર્ય જૈન લઘુચિત્ર ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતાં. II. તંજાવુર એકવિધ 'વિમાન' અને 'રથ' સ્થાપત્ય માટે વિખ્યાત છે. III. ભીમબેટકા તેની ખડક ચિત્રકલા માટે જાણીતું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો : 1998 માં તમામ બાબતો પરનો ખર્ચ 2002 માં થયેલ કુલ ખર્ચના આશરે કેટલા ટકા છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે. 2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે. 3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
6 સભ્યો : P, Q, R, S, T અને U નું બનેલું ત્રણ પેઢીઓ ધરાવતું કુટુંબ એક વર્તુળાકાર ટેબલ પર ભોજન માટે બેઠું છે. જે પૈકી R, S અને T પુરુષો છે જ્યારે P, Q અને U સ્ત્રીઓ છે. આ કુટુંબમાં 2 પિતા, 2 માતા અને ભાઈ-બહેનની એક જોડ (Pair of siblings) છે. દંપતીઓમાંના પ્રત્યેક સભ્ય એકબીજાની સામે બેઠા છે. ત્રણેય પુરૂષો સાથે બેઠા છે, જે સ્ત્રીઓ માટે પણ સાચું છે. U એ T ની પુત્રવધૂ છે અને તે તેની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. U ની પુત્રી તેણીની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. તો U ના પતિની ડાબી તરફ બીજા સ્થાને કોણ બેઠું છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કૃષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતાં ? I. વિઠ્ઠલસ્વામી મંદિર II. હજારા રામાસ્વામી મંદિર III. શ્રી રંગનાથ મંદિર IV. કૈલાશનાથ મંદિર