GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : પ્રાચીન વસ્તુઓ એક પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. સામાન્ય માણસને તે ખરીદવા માટે ઘણી વધારે મોંઘી છે.
તારણો :
I. સામાન્ય માણસ પ્રાચીન વસ્તુઓ ખરીદતા નથી.
II. પ્રદર્શનમાં મુકેલ વસ્તુઓ હંમેશા કીમતી હોય છે.

જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મિલકતના હક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

આપેલ તમામ
તેને બંધારણીય સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે.
તે ખાનગી મિલકતને કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે પરંતુ ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ રક્ષણ આપતો નથી.
તેના ઉલ્લંઘનના કિસ્સામાં અસર પામેલ (aggrieved person) સીધો વડી અદાલતમાં જઈ શકે પરંતુ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ચા ની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેનો વપરાશ 20% જેટલો ઘટાડો છે. તો ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે ?

4%
6%
2%
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે ?

અગ્નિ
સાવિત્રી
મારૂતિ
લક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના નાણાપંચ વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ભારતનું નાણાંપંચ એક અધ્યક્ષ અને 5 અન્ય સદસ્યોનું બનેલું છે.
2. પંચના સદસ્યની લાયકાત સુનિશ્ચિત કરવા માટે બંધારણે સંસદને અધિકૃત કરે છે.
3. સુદ્રઢ નાણાં વ્યવસ્થાના હિતમાં રાષ્ટ્રપતિ કોઈપણ બાબત નાણાં આયોગને સલાહ સૂચન માટે મોકલી શકે છે.

માત્ર 3
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીઝાની કિંમત તેની ત્રિજ્યાના વર્ગ સાથે સમપ્રમાણમાં ચલે છે. જો 6 ઇંચ ત્રિજ્યાના પીઝાની કિંમત રૂ. 800 હોય, તો 11 ઇંચ પીઝાની કિંમત નજીકની પૂર્ણાંક સંખ્યામાં કેટલી હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 2,689
રૂ. 3,287
રૂ. 1,467

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP