GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
વિધાન : શું બાળકો તેમના માબાપની વૃદ્ધાવસ્થા દરમ્યાન કાળજી લે તે માટે તેમને કાયદાથી જવાબદાર બનાવવા જોઈએ ? દલીલો : I. આવી બાબતો ફક્ત કાયદા દ્વારા જ ઉકેલી શકાય. II. હા. ગરીબ માબાપને આ રીતે જ કંઈક રાહત મળશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભાની રચના અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી. 2. પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી. 3. અન્ય જ્ઞાતિઓને (મુસ્લિમ તથા શીખ)ને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી. 4. ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઈન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું. II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી. III. ઈટાલિયન યાત્રી, વરથીમા ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ-અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.