GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો કાચાં સરવૈયાની તૈયારીના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) કાચું સરવૈયું તૈયાર કરવાની પ્રથમ રીત ‘સરવાળા' પધ્ધતિ છે, આ રીતમાં પ્રત્યેક ખાતાની બાકીઓ ધ્યાનમાં લેવામાં આવે છે.
(II) કાચું સરવૈયું તૈયાર કરવાની બીજી રીત ‘બાકીઓની પધ્ધતિ’ છે, આ રીતમાં કાચી બાકીઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી.

માત્ર (I)
(I) અને (II) બંનેમાંથી એકપણ નહી
(I) અને (II) બંને
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સેબી (SEBI) એ 2004 થી ‘માર્જીન ટ્રેડીંગ’ની શરૂઆત કરી હતી. નવી માર્ગદર્શિકા મુજબ નીચેના પૈકી કઈ મુખ્ય લાક્ષણિકતા નથી ?

ગ્રાહકોને ફાઈનાન્સ આપવા માટે દલાલ પોતાના ભંડોળ અથવા બેંકમાંથી ઊછીના ભંડોળ અથવા રીઝર્વ બેંક દ્વારા માન્ય NBFCમાંથી ઉછીના ભંડોળનો ઉપયોગ કરી શકે છે.
દલાલ સમજદાર હોય તે અપેક્ષિત છે અને તેણે એક્પણ ગ્રાહકના ખાતામાં અનિયમિતતા ના થાય તેની ખાતરી આપવી પડે છે.
કોર્પોરેટર દલાલો કે જેમની ચોખ્ખા મૂલ્યની કિંમત ઓછામાં ઓછા રૂા. 3 કરોડ હોય તે પોતાના ગ્રાહકોને ‘માર્જીન ફાઈનાન્સ' પૂરા પાડી શકે છે.
દલાલનું કુલ દેવું પોતાના ચોખ્ખા મૂલ્યના 10 ગણાથી વધુ હોવું ના જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નિયમ પ્રમાણે પાછલા વર્ષની આવક આકારણીપાત્ર છે કારણ કે આકારણી વર્ષના પછીના વર્ષની આવકના ચોક્કસ અપવાદ છે. નીચેના પૈકી આવા અપવાદમાં કયો વિકલ્પ નથી ?

વહાણવટામાંથી બિનનિવાસી ભારતીયની આવક
કાયમી અથવા લાંબા સમય માટે ભારત છોડી જઈ રહેલ વ્યક્તિની આવક
ચાલુ ધંધાની આવક
ટૂંકાગાળા માટે રચાયેલ મંડળની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કોઈપણ વિતરણમાં જ્યારે મૂળ વસ્તુઓના કદમાં વિવિધતા હોય, ત્યારે સમાંતર મધ્યક, ગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યકના મૂલ્યમાં પણ વિવિધતા હોય છે. નીચેના પૈકી કયો ક્રમ તે વિવિધતા દર્શાવે છે ?

A.M. > G.M. > H.M.
A.M. > H.M. > G.M.
H.M. > A.M. > G.M.
G.M. > H.M. > A.M.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં વેપારી બેંકોએ સમાજના બહોળા વર્ગને લાભ આપવા માટે નવીન ક્રેડિટ યોજનાઓ અને સગવડો અંગે પોતાની કામગીરીમાં વિવિધ સ્તરે ખાસ ધ્યાન આપેલ છે. નીચેની યોજનાઓને તેમના શરૂઆતના વર્ષોથી ક્રમાનુસાર ગોઠવો.
(I) વ્યાજના વિભેદક દરની યોજના
(II) ક્રેડિટ અધિકૃતતા યોજના
(III) રોજગારલક્ષી યોજનાઓ
(IV) લઘુમતી સમુદાયને એડવાન્સ

(II), (I), (III), (IV)
(III), (I), (IV), (II)
(IV), (III), (II), (I)
(I), (II), (III), (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
'પ્રાયોગિક રીતે, બાહ્ય દેવાનાં બોજનું માપન એ કેટલાક ગુણોત્તરના અંદાજ દ્વારા થાય છે, જેમાં એક ઋણ સેવા ગુણોત્તર (Debt Service Ratio) છે. ઋણ સેવા ગુણોત્તર શોધવાનું સૂત્ર કયું છે ?

બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે બચતો
બાહ્ય ઋણ સેવા/કુલ કરવેરા આવક
બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે રાષ્ટ્રીય આવક
બાહ્ય ઋણ સેવા/નિકાસ કમાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP