GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પરિવર્તનશીલ અંદાજપત્રની રચના ખરેખર થયેલ પ્રવૃત્તિના સંદર્ભમાં વિવિધ સ્તરે થયેલ અંદાજ છે. પરિવર્તનશીલ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) ક્યારેક બહુવિધ-જથ્થા અંદાજપત્રના સંદર્ભમાં હોય છે. (II) પરિવર્તનશીલ અંદાજપત્ર ત્યારેજ બને છે, જ્યારે મૂળ અંદાજપત્ર બનાવી શકાય નહીં.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત, સંચાલકીય નિષ્ણાંતની સેવા અથવા અન્ય વધારાની સગવડતા માટે ભાગીદારો એક અથવા વધારે વ્યક્તિઓને ભાગીદારી પેઢીમાં પ્રવેશ માટે સંમતિ આપે છે. નીચેના પૈકી કયો / ક્યાં ફેરફાર નવા ભાગીદારના પ્રવેશથી ભાગીદારી પેઢીમાં ઉદ્ભવે છે. (I) નવા ભાગીદારને બે કાયદાકીય હકો મળે છે, એટલે કે ભાગીદારી પેઢીની મિલકતમાં હિસ્સાનો અધિકાર અને ભાગીદારી પેઢીના નફામાં હિસ્સાનો અધિકાર (II) ભાગીદારી પેઢીનું બંધારણ બદલાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી. (III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે. (IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / ક્યા જાહેરખાતા સાથે સંકળાયેલ છે ? (I) પ્રોવિડન્ટ ફંડની ડિપોઝીટ જાહેરખાતામાં રાખવામાં આવેલ છે. (II) જાહેર ખાતાના ભંડોળો એ સરકાર સંબંધિત છે, અને આથી જ સંસદની અધિકૃતતા જાહેરખાતામાંથી ચૂકવણી પર જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો. (I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે. (II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે. (III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે. (IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.