GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં મૂડીમાળખાના પ્રણાલિકાગત અભિગમના સંદર્ભમાં સાચું / સાચાં છે ? (I) દેવાની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત હોય છે, પરંતુ ત્યારબાદ વધતા દરે વધે છે. (II) ઈક્વિટી મૂડીની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત અથવા ધીમે ધીમે વધે છે, પરંતુ ત્યારબાદ તીવ્ર દરે વધે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અગાઉથી ચૂકવવાના વેરામાં થતી ચૂકની ઘટના માટે નીચેના પૈકી કયું લાગુ પડશે ? (I) અગાઉથી વેરો ચૂકવવાપાત્ર એસેસી જો તે વેરો ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેણે વ્યાજ ચૂકવવાપાત્ર થશે. (II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો, આકારણી કરેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પડતર હિસાબી પદ્ધતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. (I) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આવક અને ખર્ચ નોંધવાથી શરૂ થાય છે અને આંકડાકીય માહિતી તૈયાર થતા પૂર્ણ થાય છે. (II) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આંકડાકીય માહિતી તૈયાર કરવાથી શરૂ થાય છે અને આવક અને ખર્ચ નોંધવાથી પૂર્ણ થાય છે. નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો. (I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે. (II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે. (III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે. (IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.