GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ
વિધાન:
જો કે આપણી પાસે ક્રાઇસીલ અને આઇ.સી.આર.એ જેવી રેટિંગ એજન્સીઓ છે, છતાં રોકાણકારોના રક્ષણ માટે આઇ.ટી. કંપનીઓ માટે અલગ રેટિંગ એજન્સીની માંગ ઉભી થયેલ છે.
તારણો:
I. આઇ.ટી. કંપનીઓના નાણાકીય હિસાબોનું આકલન અલગ આવડત, અંતર્દષ્ટી અને લાયકાત માંગી લે છે.
II. હવે આઇ.ટી. કંપનીઓમાં રોકાણ કરતા રોકાણકારોને તેમણા રોકાણ માટે રક્ષણ મળશે.

જો તારણ । કે II અનુસરતા નથી.
જો માત્ર તારણ II અનુસરે છે
જો તારણ । અથવા II અનુસરે છે
જો માત્ર તારણ I અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સત્ય નથી ?

ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા.
મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યા સત્યાગ્રહીઓના કુટુંબીજનો નિવાસ કરી શકે.
અમદાવાદ મિલ કામાદરોની હડતાલ બાદ ‘તીન કાઠીયા’ (Tinkathia) નાબૂદ કરવામાં આવ્યો.
રાજકુમાર શુક્લા એ મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ્ય ખાતે નિયંત્રીત કર્યાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022 ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. સરકારે આગામી પાંચ વર્ષ માટે રૂા. 1 લાખ કરોડની નોંધપાત્ર રકમ સાથેની વન બંધુ કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી.
2. દરિયા કિનારાના 15 જિલ્લાઓના 39 તાલુકાઓના 2702 ગામમાં નિવાસ કરતા 70 લાખ લોકોના સર્વાંગી વિકાસ માટે સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના-2ની જાહેરાત કરી.
3. આગામી બે વર્ષમાં સરકારી બોર્ડ, નિગમો તથા સ્થાનિક સ્વરાજની કચેરીઓમાં લાયકાત ધરાવતા 2 લાખ યુવાનોને નવી રોજગારીની તક પૂરી પાડવામાં આવશે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના 2020-2021 સામાજીક - આર્થિક સર્વેક્ષણ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1.પ્રાથમિક શિક્ષણ (ધોરણ 1 થી V) માં છોડી દેવા (dropout) નો દર એ 2001-02ના 20.50ની સરખામણીએ 2019-20માં નોંધપાત્ર રીતે ઘટીને 1.37 થયેલ છે.
2. વર્ષ 2019માં ગુજરાત રાજ્યમાં રોજગાર વિનિમય દ્વારા કુલ નોંધણી સામે રોજગારમાં નિયુક્તિનો ફાળો 72.52% હતો.
3. માત્ર નવ માસના ટૂંકાગાળામાં 55630 સૌર રૂફટોપ પ્રણાલી થી 208 MW પ્લાન્ટની સ્થાપના દ્વારા ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલ છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP