GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે. II. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતાં. III. વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હોરીગીતો સારંગમાં જ ગવાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે. 2. ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે. 3. બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે. 4. દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઈ હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. આ સત્તામંડળની સ્થાપના સંસદમાં ઘડવામાં આવેલ અધિનિયમ અંતર્ગત કરવામાં આવી. 2. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી છે. 3. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.