GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના સૌથી મોટા મલ્ટીમોડલ લોજીસ્ટીક પાર્ક બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચાં છે ? I. ગુજરાત સરકારે રીલાયન્સ લોજીસ્ટીક્સ્ ઈન્ડીયા લીમીટેડ સાથે કરાર કર્યો છે. II. આ સૌથી મોટો લોજીસ્ટીક્સ્ પાર્ક વોરચનનગર, સાણંદ ખાતે સ્થાપવામાં આવશે. III. વર્ષ 2023 સુધીમાં 50,000 કરોડની રકમનું રોકાણ કરવામાં આવશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વર્લ્ડ ઈકોનોમીક ફોરમની વાર્ષિક સભાની 51મી આવૃત્તિ દાવોસ ખાતે “ધ દાવોસ એજન્ડા-2021’’ સાથે યોજાઈ હતી. આ એજન્ડાનું વિષયવસ્તુ ___ હતું.
દેશો વચ્ચે સહકારનું નિર્માણ કરવા માટેનું વર્ષ
વૃધ્ધીનું પુનઃનિર્માત્ર કરવા માટેનું અગત્યનું વર્ષ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે. 2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે. ૩. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં કેન્દ્ર સરકારે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 માં માન્ય કરેલાં સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. આ સુધારા બાદ જિલ્લાઓના બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) જિલ્લા મેજીસ્ટ્રેટ (DM) હેઠળ કાર્ય કરશે. II. DM સ્વતંત્ર રીતે બાળકલ્યાણ સમિતિનું (Child Welfare Committee) અને ખાસ જુવેનાઈલ પોલીસ એકમ (Specialised Juvenile Police Unit) નું મૂલ્યાંકન કરશે. III. તેઓ બાળ સંભાળ સંસ્થા (Child Care Institute) ની ક્ષમતા અને પાશ્ચાદભૂમિકા ચકાસશે ત્યારબાદ તેની નોંધણી માટે ભલામણ થઈ શકશે.