GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિઅસરનો ખ્યાલ એ મૂળભૂત હિસાબી ખ્યાલ છે. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો દ્વિ-અસરના ખ્યાલના અર્થને રજૂ કરે છે ?
(I) દરેક લેનાર, આપનાર પણ છે અને દરેક આપનાર, લેનાર પણ છે.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિનો સિદ્ધાંત છે.
(III) પાકાં સરવૈયાનું સમીકરણ અથવા હિસાબી સમીકરણ છે.

માત્ર I
આપેલ પૈકી એક પણ નહીં
I, II અને III
માત્ર I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભાગીદારીના હિસાબોના સંબંધિત નીચેના વિધાનો વિચારો.
(I) ભાગીદારનું સ્થિર મૂડી ખાતું નવી મૂડી લાવે ત્યારે જમા થાય છે અથવા મૂડીનો ઉપાડ આવે ત્યારે ઉધાર થાય છે.
(II) ભાગીદારના ચાલુખાતામાં ઉપાડ, મૂડી પર વ્યાજ, કમિશન, પગાર અને નફા કે ખોટમાં ભાગને લગતા બધાં વ્યવહારો નોંધવામાં આવે છે.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ સલામતીનો ગાળો સુધારવાની પધ્ધતિ નથી ?

સમતૂટબિંદુને ઉચ્ચતમ સ્તર પર જાળવી રાખીને
વેચાણ કિંમતમાં વધારો
સ્થિર પડતર ઘટાડીને
વેચાણ જથ્થામાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અંદાજપત્ર એ જાહેર નાણાંકીય સાધનો મૂળ અને ઉપયોગ નક્કી કરે છે ત્યારથી તે સરકારના ચોક્કસ મુખ્ય કાર્યોને પરિપૂર્ણ કરવાની પ્રક્રિયામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું તે પ્રકારનું કાર્ય નથી ?

રાજકીય કાર્ય
સામાજીક કાર્ય
રાજદ્વારી કાર્ય
આર્થિક કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્વયં ધારણ કરેલ મિલકતમાંથી થયેલ કરપાત્ર આવકના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે, કે જે આકારણી વર્ષ 2020-21 થી લાગુ થવાનું છે ?
(I) જો બે મિલકતો પોતાના રહેણાકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો બંને મિલકતોને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણવામાં આવશે અને તેના પર કોઈપણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.
(II) જો ત્રણ મિલકતો પોતાના રહેણાંકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો તેને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણીને તેના પર કોઈ પણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.

માત્ર (II) સાચું છે.
બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
બંને સાચાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વાઉચર ગુમ થઈ શકે છે કારણ કે –
(I) દસ્તાવેજનું ખોટું અને બેદરકારી ભર્યું ફાઈલીંગ.
(II) અજાણતા વૈધાનિક જરૂરિયાત પ્રત્યે બિનજાગૃતિ.
(III) વ્યક્તિ દ્વારા હેતુપૂર્વક નાણાની ઉચાપત છુપાવવા.

માત્ર (II) અને (III)
માત્ર (I) અને (II)
આપેલ તમામ
માત્ર (I) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP