GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સીમાંત પડતર પધ્ધતિની વિશેષતા / વિશેષતાઓ કઈ છે ? (I) કુલ પડતરને સ્થિર અને ચલિત વિભાજીત કરવું કે જેમાં અર્ધ ચલિત પડતરનો ભાગ પણ હોય. (II) તૈયાર માલ, ચાલુ કામ જેવા સ્ટોકનું મૂલ્યાંકન ચલિત પડતરના ધોરણે હોય. (III) સ્થિર પડતર એ ખર્ચ થયા બાદ તુરંત જ માંડી વાળવામાં આવે છે કે જેથી પેદાશની પડતર કે સ્ટોકમાં તેનું સ્થાન મળતું નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો. (I) ઉપભોક્તા તર્કસંગત છે. (II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે. (III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી. (IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો / ક્યાં ઑડિટનો ફાયદો / ફાયદાઓ છે ? (I) તે એન્ટરપ્રાઈઝના હિસ્સેદારોના હિતનું રક્ષણ કરે છે. (II) તે કર્મચારીઓની નૈતિક તપાસ છે કે જે ઉચાપત કરતા રોકે છે. (III) તે કર્મચારીઓમાં આતંક ઉત્પન્ન કરવાનું સાધન છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે. (II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે. (III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે. (IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.