GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ?
I. બિંદુસાર - અમિત્રાઘાટ
II. સમુદ્રગુપ્ત - પરાક્રમક
III. કુમારગુપ્ત - મહેન્દ્રદિત્ય
IV. સ્કંદગુપ્ત - કર્માદિત્ય

ફક્ત II, III અને IV
I, II, III અને IV
ફક્ત I, III અને IV
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ___ સિવાયની તમામ પ્રકારની લેખા પરીક્ષા (ઓડિટ) કરે છે.

ભંડોળની જોગવાઈઓનું ઓડીટ
માલિકીનું ઓડિટ (Proprietary audit)
કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી.
II. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામાં આવ્યું છે.

I અને II બંને
ફક્ત II
I અને II પૈકી કોઈ નહીં
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
II. એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના 'પ્રખ્યાત યુદ્ધ'નો ઉલ્લેખ કરે છે.
III. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો.

ફક્ત I અને III
ફક્ત I અને II
ફક્ત I
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઈ હશે ?

14/17
8/11
10/13
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. કેખુશરો કાબરાજી
II. વાઘજીભાઈ આશારામ ઓઝા
III. ડાહ્યાભાઈ ધોળશાજી
IV. જયશંકર 'સુંદરી'
a. મુંબઈ ગુજરાતી નાટક મંડળી
b. શ્રી દેશી નાટક સમાજ
c. વિક્ટોરિયા નાટક મંડળી
d. મોરબી આર્ય સુબોધ નાટક મંડળી

I-c, II-b, III-a, IV-d
I-c, II-d, III-b, IV-a
I-a, II-c, III-b, IV-d
I-a, II-b, III-c, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP