GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ગિફન વસ્તુઓ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. ગિફન વસ્તુઓની માંગ રેખા ધન ઢાળની હોય છે.
II. ગિફન વસ્તુઓ એવી હલકી વસ્તુઓ છે, જે માંગના નિયમનો ભંગ કરે છે.
III. ગિફન વસ્તુઓ સટ્ટાકીય વસ્તુઓ છે.
IV. બધી હલકી વસ્તુઓ ગિફન વસ્તુઓ છે.

II અને IV
I અને III
III અને IV
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કેન્દ્રીય માલ અને સેવા વેરા કાયદા -2017 (CGST Act-2017) અનુસાર કરપાત્ર બનતી વસ્તુઓ અને સેવાઓને વિવિધ ચોક્કસ સંકેત (કોડ) આપીને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને 'હાર્મોનાઈઝ સિસ્ટમ નોમેનક્લેચર (HSN)' સંકેત (કોડ) કહે છે. આ HSN સંકેતનો ઉદભવ અને વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો.

આપેલ પૈકી એક પણ નહીં
કસ્ટમ કૉ-ઓપરેશન કાઉન્સિલ ઓફ બેલ્જીયમ
ભારતની GST કાઉન્સિલ
HSN/SAC કોડ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કઈ કંપનીઓમાં, ઓડીટરને કંપની ઓડીટરના રીપોર્ટ ઓર્ડર (CARO), 2020 હેઠળ નિર્દેશિત બાબતોની જાણ કરવી જરૂરી છે.

વિદેશી કંપની
એક વ્યક્તિ કંપની
નાની કંપની
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધનોની અછતના કારણ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. મનુષ્યની બધી જ જરૂરિયાતો ક્યારેય સંતોષાઈ શકતી નથી.
II. માનવતાને સાધન ઉપયોગના સંદર્ભમાં ત્યારે કોઈ પસંદગી કરવાની રહેશે નહીં.
III. નવા સાધનો શોધવાની જરૂર નથી.
IV. સાધનોની માત્રા કયારેય વધારી શકાતી નથી.

ફક્ત I
ફક્ત IV
I, II અને IV
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે.

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી
નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક
પ્રધાનમંત્રી, નાણામંત્રી
ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભાડે આપેલ મકાન મિલકત અંગે નીચે આપેલ પ્રશ્ન ધ્યાનમાં લઇ તેનો ઉત્તર આપો.
મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય રૂા. 60,000; અપેક્ષિત વાજબી ભાડું રૂ. 68,000; રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ રેન્ટ રૂા. 62,000- વાર્ષિક મળેલ ભાડું - રૂા. 65,000. મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે ___

રૂ. 62,000
રૂ. 65,000
રૂ. 60,000
રૂ. 68,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP