GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગની મૂલ્યસાપેક્ષતા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને તે પછી સાચો વિકલ્પ પસંદ કરો. (I) માંગની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાને ઊભા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે. (II) માંગની સંપૂર્ણ મૂલ્યસાપેક્ષતાને આડા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે. (III) માંગની સંબંધિત મૂલ્ય સાપેક્ષતાને નીચે તરફ ઢળતા સમતલ માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે. (IV) માંગની સંબંધિત મૂલ્ય નિરપેક્ષતાને નીચે તરફ ઢાળવાળા સખત માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો. (I) ઉપભોક્તા તર્કસંગત છે. (II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે. (III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી. (IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો. (I) માંગ વક્રમાં ઘટતું વલણ એ કિંમત ઘટાડા દ્વારા માંગનું વિસ્તરણ સૂચવે છે. (II) માંગ વક્રમાં વધતુ વલણ એ કિંમત વધારા દ્વારા માંગનું સંકોચન સૂચવે છે. (III) માંગ વક્રનું ઉપર તરફ જવું એ માંગમાં વધારો સૂચવે છે અને માંગવકનું નીચે તરફ જવું તે માંગમાં ઘટાડો સૂચવે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જૂન 1, 2017 થી લાગુ કરવામાં આવેલ કલમ 194-IB ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) કોઈપણ વ્યક્તિ / હિન્દુ અવિભક્ત કુટુંબ (જેના હિસાબી ચોપડા કલમ 44 AB (a)/(b) હેઠળ ઑડિટ કરવાપાત્ર ન થતા હોય) કે જે રહીશને જમીન કે મકાનનું ભાડું ચૂકવવા જવાબદાર હોય તે કર કપાત કરવા માટે જવાબદાર છે. (II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો આકારેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.