GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ધંધાકીય નિર્ણય ઘડતર પ્રક્રિયા દરમિયાન માંગનું પૂર્વાનુમાન ખૂબ જ જરૂરી છે. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો તેનું મહત્વ સમજાવે છે. (I) ઉત્પાદન આયોજન માટે તે પૂર્વશરત છે. (II) અભિવૃધ્ધિની વ્યૂહરચનાઓ માંગના પૂર્વાનુમાનને આધારે બને છે. (III) સફળ ઈન્વેન્ટરી અંકુશ માટે તે જરૂરી છે. (IV) લાંબાગાળાની વૃધ્ધિ નિશ્ચિત કરવા માટે તે જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સીમાંત પડતર પધ્ધતિની વિશેષતા / વિશેષતાઓ કઈ છે ? (I) કુલ પડતરને સ્થિર અને ચલિત વિભાજીત કરવું કે જેમાં અર્ધ ચલિત પડતરનો ભાગ પણ હોય. (II) તૈયાર માલ, ચાલુ કામ જેવા સ્ટોકનું મૂલ્યાંકન ચલિત પડતરના ધોરણે હોય. (III) સ્થિર પડતર એ ખર્ચ થયા બાદ તુરંત જ માંડી વાળવામાં આવે છે કે જેથી પેદાશની પડતર કે સ્ટોકમાં તેનું સ્થાન મળતું નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પરિવર્તનશીલ અંદાજપત્રની રચના ખરેખર થયેલ પ્રવૃત્તિના સંદર્ભમાં વિવિધ સ્તરે થયેલ અંદાજ છે. પરિવર્તનશીલ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) ક્યારેક બહુવિધ-જથ્થા અંદાજપત્રના સંદર્ભમાં હોય છે. (II) પરિવર્તનશીલ અંદાજપત્ર ત્યારેજ બને છે, જ્યારે મૂળ અંદાજપત્ર બનાવી શકાય નહીં.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો. (I) પરત આપ સમય એ યોજનામાં પ્રારંભિક રોકડ જાવક (રોકાણ)ને વસૂલ કરવાનો સમય છે. (II) પરત આપ સમયના માપદંડ મુજબ, ઓછો પરત આપ સમય યોજના માટે વધુ ઇચ્છનીય છે. (III) પરત આપ સમયના માપદંડનો ઉપયોગ કરનાર પેઢી સામાન્ય રીતે મહત્તમ સ્વીકાર્ય પરત આપ સમય સ્પષ્ટ કરે છે. સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ?