GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઈ હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ. II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું. III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું. IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે. તેમના વિધાનો આ મુજબ છે : J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે. K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે. L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી. પેટી 1 માં ___ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. કેખુશરો કાબરાજી II. વાઘજીભાઈ આશારામ ઓઝા III. ડાહ્યાભાઈ ધોળશાજી IV. જયશંકર 'સુંદરી' a. મુંબઈ ગુજરાતી નાટક મંડળી b. શ્રી દેશી નાટક સમાજ c. વિક્ટોરિયા નાટક મંડળી d. મોરબી આર્ય સુબોધ નાટક મંડળી