GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ યોજનાઓ ભારતમાં નાની બચત યોજનાના વર્ગીકરણ હેઠળ આવે છે ?
i. પોસ્ટલ થાપણો જેમાં બચત ખાતામાં પુનરાવર્તિત (Recurring) થાપણો, વિવિધ પાકતી મુદતની સમય થાપણો અને માસિક આવક યોજનાઓ સમાવિષ્ટ છે.
ii. રાષ્ટ્રીય નાની બચત પ્રમાણપત્રો અને કિસાન વિકાસ પત્રોનો સમાવિષ્ટ કરતા બચતપત્રો.
iii. જાહેર ભવિષ્યનીધિ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો સમાવિષ્ટ કરતી સામાજીક સુરક્ષા યોજનાઓ

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?

મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી.
આપેલ તમામ
આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે.
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડ્યા બાદ ગુજરાતમાં ઉત્તરના ___ અને દક્ષિણના ___ ની સત્તા પ્રવર્તી‌.

પ્રતીહારો, રાષ્ટ્રકૂટો
રાષ્ટ્રકૂટો, પ્રતીહારો
સાતવાહન, ચાલુક્ય
ચાલુક્ય, સાતવાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતની સર્વોચ્ચ અદાલત અનુસાર અનુચ્છેદ 51(A) ના (f) માં ઉલ્લેખ કર્યા મુજબ, “સમન્વિત સંસ્કૃતિ’’નો પાયો ___ છે.

સંસ્કૃત ભાષા અને સાહિત્ય
સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન ઉદ્ભવેલા મૂલ્યો
ભારતની સંસ્કૃતિની વિવિધતા
ભારતની બિનસાંપ્રદાયિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગૃહ બેઠકમાં સભ્યની કેટલા દિવસોની પરવાનગી વગરની ગેરહાજરી પ્રિસાઈડીંગ ઓફીસરને તે સભ્યની બેઠકને ખાલી પડેલી જાહેર કરી શકશે ?

45 દિવસો
75 દિવસો
60 દિવસો
30 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે.
ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે.
iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે.

i, ii અને iii
ફક્ત ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત i અને ii

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP