GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતમાં રેપો રેટ (Repo Rate) રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) કરતાં ઓછો છે. ii. ભારતમાં બેન્ક રેટ (Bank Rate) રેપો રેટ (Repo Rate) કરતાં વધારે છે. iii. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપો રેટ કરતાં ઓછો છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
કેન્દ્રીય વહીવટી તપાસ પંચ (Central Administrative Tribunal) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. હાલમાં સમગ્ર ભારતમાં તેની 17 કાયમી ખંડપીઠો છે. 2. CAT નું અધિકાર ક્ષેત્ર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવા સુધી વિસ્તૃત છે. 3. ખાસ પરવાનગી સાથે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સંસદના સચિવાલયના કર્મચારીઓ આ અધિકાર ક્ષેત્ર હેઠળ સમાવેશ થાય છે. 4. ઉચ્ચતમ ન્યાયાલયના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સત્તાધિકારી પસંદગી સમિતિની ભલામણોના આધારે CATના સભ્યો નક્કી કરવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. ધોરણ 7, 8 અને 9 ના કુલ છોકરાઓની સંખ્યાની સરેરાશ અને ધોરણ 6, 7 અને 8 ની કુલ છોકરીઓની સંખ્યાની સરેરાશનો તફાવત આશરે કેટલો છે ?