GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય હિસાબી ધોરણ (Ind AS) - 2 બધા જ પ્રકારની ઈન્વેન્ટરી (સ્ટોક)ને લાગુ પડે છે સિવાય કે -

નાણાંકીય સાધનો
બાંધકામ કરારથી ઉદ્ભવતુ ચાલુકામ કે સીધા સેવા કરારનો સમાવેશ કરે છે.
આપેલ તમામ
લણણીના સમયની કૃષિપ્રવૃત્તિઓ કે કૃષિ પેદાશ સંબંધિત જૈવિક સંપત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ પૈકી પ્રત્યક્ષ પડતર પધ્ધતિ અને સમાવેશી પડતર પધ્ધતિનો કયો તફાવત ખોટો છે ?

પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થો બદલાતા નફો બદલાય છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થા કરતા ઉત્પાદન જથ્થો બદલાતા નફો બદલાય છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિ સમતૂટબિંદુએ વેચાણ જથ્થાની ગણતરી સરળ બનાવે છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિ આ બાબતમાં મદદરૂપ નથી.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં આખર સ્ટોકના મૂલ્યાંકનમાં સ્થિર પડતરનો સમાવેશ થતો નથી, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં થાય છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિ જટિલ છે, જ્યારે સમાવેશ પડતર પધ્ધતિ સરળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ / કયા સ્પિયરમેનના સહસંબંધાંકની લાક્ષણિકતા / લાક્ષણિકતાઓ છે ?
(I) બે ચલ વચ્ચેનો ક્રમ તફાવતનો સરવાળો શૂન્ય હોવો જોઈએ.
(II) સ્પિયરમેનનો સહસંબંધાંક એ વિતરણમુક્ત અથવા બિનપ્રાચલ્ય છે, કારણ કે તેમાં જે સમષ્ટિમાંથી નિદર્શ અવલોકનો લેવામાં આવ્યા છે તે અંગે કોઈ જ સખત ધારણાઓ કરવામાં આવતી નથી.
(III) સ્પિયરમેનના સહસંબંધાકનું પિયર્સનના સહસંબંધાંકની જેમ જ અર્થઘટન કરી શકાય છે.

માત્ર (I) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) સૌપ્રથમ કેઈન્સે આર્થિક ક્ષેત્રમાં રાજ્ય હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સંતુલિત અંદાજપત્રની હિમાયત કરી.
(II) કેઈન્સ પહેલાં, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સક્ષમ નાણાંકીય સિધ્ધાંતમાં માનતા કે જેમાં નાના અને અસંતુલિત અંદાજપત્રનો વિચાર પણ ધ્યાનમાં લેવામાં આવતો.
(III) કેઈન્સ બાદ, એ.પી. લર્નરે કાર્યલક્ષી નાણાંનો ખ્યાલ, આધુનિક અંદાજપત્રીય નીતિને આપ્યો.

માત્ર (II) સાચું છે.
માત્ર (III) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જૂન 1, 2017 થી લાગુ કરવામાં આવેલ કલમ 194-IB ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) કોઈપણ વ્યક્તિ / હિન્દુ અવિભક્ત કુટુંબ (જેના હિસાબી ચોપડા કલમ 44 AB (a)/(b) હેઠળ ઑડિટ કરવાપાત્ર ન થતા હોય) કે જે રહીશને જમીન કે મકાનનું ભાડું ચૂકવવા જવાબદાર હોય તે કર કપાત કરવા માટે જવાબદાર છે.
(II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો આકારેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.

માત્ર (I)
આપેલ પૈકી એક પણ નહીં
(I) અને (II) બંને
(I) અને (II) બંને નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પરિવર્તનશીલ અંદાજપત્રની રચના ખરેખર થયેલ પ્રવૃત્તિના સંદર્ભમાં વિવિધ સ્તરે થયેલ અંદાજ છે. પરિવર્તનશીલ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) ક્યારેક બહુવિધ-જથ્થા અંદાજપત્રના સંદર્ભમાં હોય છે.
(II) પરિવર્તનશીલ અંદાજપત્ર ત્યારેજ બને છે, જ્યારે મૂળ અંદાજપત્ર બનાવી શકાય નહીં.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP