GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં શ્રીહરિકોટાથી ISRO ના PSLV C47 દ્વારા પ્રક્ષેપણ કરેલા CARTOSAT-3 અને અન્ય 13 ઉપગ્રહોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. CARTOSAT-3 એ ઈસરોનું ત્રીજી પેઢીનું અદ્યતન પૃથ્વી નિરીક્ષણ અને મેપીંગ સેટેલાઈટ છે કે જે ઉચ્ચ રેઝોલ્યુશન ઈમેજીંગ ક્ષમતા ધરાવે છે. ii. CARTOSAT શ્રેણીનો આ 9મો ઉપગ્રહ હતો. iii. CARTOSAT-3, પૃથ્વી નિરીક્ષણ યુનાઈટેડ સ્ટેટ (US) થી અન્ય 13 નેનો ઉપગ્રહો સાથે સૂર્યની સૂમેળ ભ્રમણકક્ષા (Sun Synchronous Orbit (SSO)) માં પ્રક્ષેપણ કરવામાં આવ્યો. iv. CARTOSAT-3 1,625 કિ.ગ્રા વજન ધરાવે છે જેનું મિશન આયુષ્ય 5 વર્ષનું છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1885 – 1920 દરમ્યાન જુની, ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે નીચેના પૈકી કોણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? i. ડાહ્યાભાઈ ધોળશાજી ii. અમૃત કેશવ નાયક iii. બેરીસ્ટર નૃસિંહ વિભાકર
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસાં છે. જથ્થા વિષયક (Quantitative) અને માળખાકીય (Structural). નીચેના પૈકી કયાં જથ્થા વિષયક વિકાસ માટેના માપ છે ? i. ચોખ્ખા (Net) રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો ii. માથાદીઠ આવકમાં વધારો iii. વસ્તીમાં વધારો
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્ય વિધાનસભા દ્વારા ગ્રામ પંચાયતને નીચેના પૈકી કયા કાર્યો સોંપી શકાય છે ? i. ગામની સામાજીક બાબતોને લગતા નિયમો અને કાનૂન ઘડવા ii. ગામમાં પાણીના સ્ત્રોતોની જાળવણી માટે બાંધકામ iii. જાહેર ઉપયોગિતાઓ બાબતે કરવેરા વસુલવા અને એકત્ર કરવા