GPSC PI Prelim Exam Paper 03 January 2021
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ(khelo India University games)નું ___ ખાતે ઉદઘાટન કર્યું.

તિરૂપતિ - આંધ્રપ્રદેશ
ત્રિચી - તમિલનાડુ
હસન - કર્ણાટક
કટક - ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ?
1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય.
2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય.
3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.

માત્ર 2,3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ?

9
1
2
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી.
Q કયા માળ પર રહે છે ?

નક્કી ન કરી શકાય
છઠ્ઠા
બીજા
ચોથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
કેન્દ્રીય વહીવટી તપાસ પંચ (Central Administrative Tribunal) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. હાલમાં સમગ્ર ભારતમાં તેની 17 કાયમી ખંડપીઠો છે.
2. CAT નું અધિકાર ક્ષેત્ર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવા સુધી વિસ્તૃત છે.
3. ખાસ પરવાનગી સાથે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સંસદના સચિવાલયના કર્મચારીઓ આ અધિકાર ક્ષેત્ર હેઠળ સમાવેશ થાય છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સત્તાધિકારી પસંદગી સમિતિની ભલામણોના આધારે CATના સભ્યો નક્કી કરવામાં આવે છે.

માત્ર 2,3 અને 4
માત્ર 1,2 અને 4
1,2,3 અને 4
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારીત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો ?
1. એસ. કે. ધાર સમિતિ
2. જે.વી.પી. સમિતિ
3. ફઝલ અલી સમિતિ

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP