GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ચૂંટણી આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. બંધારણે ચૂંટણી આયોગના સભ્યોની મુદતની સ્પષ્ટતા કરેલી છે. 2. બંધારણે નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તોને સરકાર દ્વરા કોઈપણ વધુ રોજગારી નિમણૂક અપવા સામે પ્રતિબંધ કર્યો છે. 3. ભારતના મુખ્ય ચૂંટણી આયુક્ત ફક્ત રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (Multidimensional Poverty Index) (MPI) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવનધોરણ MPI ના ત્રણ પરિમાણો છે. 2. જીવનધોરણમાં કુલ 6 સૂચકો (indicators) છે. 3. ઉપરોક્ત ત્રણ પરિમાણોમાં જીવનધોરણનું પરિમાણ સૌથી વધુ વજન ધરાવે છે. 4. જો વ્યક્તિ વજનવાળા સૂચકો (weighted indicators) માં ઓછામાં ઓછા એક તૃત્તીયાંશ વંચિત (deprived) હોય તો તે બહુપરિમાણીય ગરીબ (Multidimensional Poverty) ગણાય છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સંસદમાં દૂર કરવાનો પ્રસ્તાવ લેકસભાના 100 સભ્યો અને રાજ્યસભાના 50 સભ્યો દ્વારા સહી કરેલો હોવો જોઈએ. 2. સ્પીકરે/અધ્યક્ષે પ્રસ્તાવનો સ્વીકાર કરવો પડશે, તેનો અસ્વીકાર કરી શકશે નહીં. 3. જો સ્વીકાર થાય તો સ્પીકર અધ્યક્ષ પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરશે, 4. પાંચ સભ્યોની સમિતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, નિયંત્રક-મહાલેખા પરીક્ષક અને દરેક ગૃહના એક સભ્યની બનેલી હશે.