GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I 1. ખારી નદી 2. દમણગંગા ૩. બનાસ 4. શંત્રુંજી યાદી-II a. મધુબન ડેમ b. અરબ સમુદ્રમાં મળે છે
c. ખંભાતના અખાતમાં મળે છે d. કચ્છના નાના રણમાં મળે છે
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મુન્તરા (Muntra) વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની સૌ પ્રથમ માનવરહિત ટેંક છે. 2. આ મોડેલ ત્રણ પ્રકારના નમૂના ધરાવે છે - દેખરેખ નિયંત્રણ (Surveillance), સુરંગ શોધ (Mine detection) અને જાસૂસી પૂર્વેક્ષણ (Reconnaissance) 3. આ ટેન્ક DRDO દ્વારા તેની પૂના સ્થિત ફેક્ટરીમાં વિકસાવવામાં આવી છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. મહેસૂલી ખાધ (Revenue deficit) - આમ જનતાના ઋણ અથવા વિનિવેશ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. 2. વિત્તીય ખાધ (Fiscal deficit) - કોઈ ચોક્કસ સમયે સરકારની ખરેખર જવાબદારી 3. નાણાંકીય ખાધ (Monetised deficit) - ખાનગી બજારોમાંથી સરકાર દ્વારા લેવામાં આવેલું ઋણ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભ્રમણકક્ષાઓ વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. મધ્યવર્તી વર્તુળાકાર ભ્રમણકક્ષામાં ઉપગ્રહો ધ્રુવથી ધ્રુવ તરફ પૃથ્વીની ફરતે ફરે છે. 2. ભ્રમણકક્ષા પૂરી કરતા આશરે 99 મિનિટનો સમય લાગે છે. 3. ભ્રમણકક્ષાના અડધા ભાગ દરમ્યાન ઉપગ્રહ પૃથ્વીનો દિવસનો સમય અને રાતનો સમયનો ભાગ જુએ છે.