GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુપ્ત સામ્રાજ્ય શાસન દરમ્યાન ન્યાયાયિક કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i.ફોજદારી ગુનામાં વળતર કરતા દંડ પર વિશેષ ધ્યાન અપાતું ii. બ્રાહ્મણને ગમે તેટલા ગંભીર ગુના માટે પણ દેહાંતદંડની સજા થતી નહિ; એને માટે ભારેમાં ભારે સજા દેશનિકાલની હતી. iii. ફોજદારી ગુના માટે શુદ્ર કરતાં ક્ષત્રિયને બમણી અને બ્રાહ્મણને ચારગણી સજા થતી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. દક્ષિણ પૂર્વ એશિયામાં મુખ્ય ઈમીગ્રન્ટ (દેશાંતરવાસી) વંશીય જૂથ ચાઈનીઝ અને ભારતીયો છે. ii. દક્ષિણ પૂર્વ એશિયાની હાલની વસ્તીની મોટી બહુમતી મોંગોલોઈડ વંશીય જૂથ ધરાવે છે. iii. દક્ષિણ પૂર્વ એશિયાના હાલના વસાહતીઓના જાણમાં હોય તેવા સૌ પ્રથમ પૂર્વજો ઓસ્ટ્રેલોઈડ હતા પરંતુ તેઓ તેમની પાછળ ખૂબ ઓછી નિશાની છોડી ગયા.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? i. તે લાંબાગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉદ્યોગોના વિકાસ માટેના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. ii. બીજી યોજનાને મહાલનોબિસ યોજના (Mahalanobis Plan) તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે. iii. તેનો લક્ષ્યાંક 4.5 ટકા વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃધ્ધિનો હતો.