GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે. IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે. 2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે. ૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે. 4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I 1. સિદ્દી (Siddi) 2. કોલઘા (Kolgha) 3. પઢાર (Padhar) 4. પટેલીયા (Patelia) યાદી-II a. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ b. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ c. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સ્થિત છે. d. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી આદિજાતિ