GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગણતંત્ર દિવસ પરેડ 2021 દરમ્યાન ગુજરાતના ટેબ્લા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ટેબ્લાનું વિષયવસ્તુ સૂર્ય-મંદિર, મોઢેરા હતું. II. પરેડમાં ગુજરાતના ટેબ્લાને બીજું ઈનામ મળ્યું. III. ટેબ્લાની સાથે કલાકારો દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માલ પૂરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂ. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે. 2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના માલ પૂરો પાડનારાઓ માટે GSTની નવી મુક્તિ મર્યાદા રૂ. 20 લાખ છે. 3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના વ્યવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂ.10 લાખ રહી છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. મોટા પ્રમાણમાં ઉષ્ણ કટિબંધીય વન – ઉત્તર આસામ, પૂર્વ હિમાલયના નીચલા ઢાળવાળા ક્ષેત્રમાં જોવા મળે છે. 2. સૂકા ઉષ્ણ કટિબંધીય વન – ઉત્તરીય પર્વતીય વિસ્તારો તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળે છે. ૩. પર્વતીય સમશીતોષ્ણ વન – પશ્ચિમ ઘાટ, આસામ, નાગાલેન્ડ અને મિઝોરમમાં જોવા મળે છે. 4. ઉપ-ઉષ્ણકટિબંધીય પર્વતીય વન - ટ્રાંસ હિમાલયમાં જોવા મળે છે.