GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આર્થિક ફોરમ (World Economic Forum)ના વૈશ્વિક લિંગ અંતર અહેવાલ (Global Gender Gap Report) 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. અહેવાલ અનુસાર ભારતે 156 દેશોમાં 140મો ક્રમ પ્રાપ્ત કર્યો. 2. આઈસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ લિંગ સમાનતા (Gender Equal) ધરાવતો દેશ છે. 3. ભારતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારે સારો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઉદ્યોગો / કંપનીઓને 'મહારત્ન’ દરજ્જો પ્રદાન કરવા માટેના લાયકાતના ધોરણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કંપની ભારતીય સ્ટોક એક્ષચેન્જમાં SEBI નિયમોનુસાર સૂચવેલ લઘુત્તમ જાહેર શેરહોલ્ડીંગ સાથે લીસ્ટેડ (listed) થયેલી હોવી જોઈએ. 2. છેલ્લા 3 વર્ષ દરમ્યાન વાર્ષિક ટનઓવર સરેરાશ રૂા. 25,000 કરોડથી વધુ હોવું જરૂરી છે. 3. કંપની મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અથવા આંતરરાષ્ટ્રીય કામગીરી ધરાવતી હોવી જોઈએ. 4. કોલ ઈન્ડિયા લી., GAIL અને SAIL મહારત્ન કંપનીઓ છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સિધ્ધપુર નજીક આવેલ સૂણક ગામના નીલકંઠ મહાદેવ મંદિર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તે વનરાજ ચાવડા દ્વારા બંધાવવામાં આવ્યું હતું. 2. એમાં ગર્ભગૃહ, મંડપ અને મુખમંડપ છે. 3. એનું શિખર ત્રિનાસિકા રેખાવાળું છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી. 2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી. 3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે. 4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આર.બી. (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ, અમદાવાદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. શાળાની શરૂઆત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1821માં કરવામાં આવી. 2. તે માત્ર શહેરની જ નહી પરંતુ ભારતની પ્રથમ ગર્લ્સ સ્કૂલ બની હતી. 3. વિદ્યાગૌરી નીલકંઠ દ્વારા આ શાળાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.