GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો જીએસટી ઑડિટના સંદર્ભમાં સાચું / સાચાં છે ? (I) CGST એક્ટ 2017 ની કલમ 2(13) માં જીએસટી ઑડિટને વ્યાખ્યાયિત કરેલ છે. (II) ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ અથવા કૉસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા જ જીએસટી ઑડિટ થઈ શકે છે. (III) કોઈપણ કરવેરા સત્તાધીશો જીએસટી ઑડિટ કરી શકતા નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત, સંચાલકીય નિષ્ણાંતની સેવા અથવા અન્ય વધારાની સગવડતા માટે ભાગીદારો એક અથવા વધારે વ્યક્તિઓને ભાગીદારી પેઢીમાં પ્રવેશ માટે સંમતિ આપે છે. નીચેના પૈકી કયો / ક્યાં ફેરફાર નવા ભાગીદારના પ્રવેશથી ભાગીદારી પેઢીમાં ઉદ્ભવે છે. (I) નવા ભાગીદારને બે કાયદાકીય હકો મળે છે, એટલે કે ભાગીદારી પેઢીની મિલકતમાં હિસ્સાનો અધિકાર અને ભાગીદારી પેઢીના નફામાં હિસ્સાનો અધિકાર (II) ભાગીદારી પેઢીનું બંધારણ બદલાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ માહિતી ધ્યાનમાં લઈ અને સાચો વિકલ્પ પસંદ કરો. (I) નફા-જથ્થાનો આલેખ એ વિવિધ સ્તરની પ્રવૃત્તિએ ખર્ચ અને આવકની નફા પરની અસર રજૂ કરે છે. (II) નફા-જથ્થાના આલેખમાં જે બિંદુએ નફાની રેખા, વેચાણ રેખાને છેદે છે તે સમતૂટબિંદુ છે. (III) છેદબિંદુથી ઉપરની વેચાણરેખાને ‘સલામતીનો ગાળો' કહે છે.